Tuesday, December 14, 2010

ચાલને કરી જોઇઍ...


ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી જોઇઍ

રામાયણ મા રહિમને કુરાનમા કુષ્ણ લખી જોઈઍ


ફર્ક શું પડશે તેમા ઍમની મહાનતામાં?

ચાલને અદલાબદલી ઉપરવાળાની કરી જોઈઍ


આઝાન પછી મંદિરોના ભુગળે દેવાય

મસ્જીદમાં આરતી અલ્લાહ ની કરી જોઈઍ


મુર્તી આગળ મુહમ્મદની પછી

જરા ચાલીસા પંયગંમ્બરની પઢી જોઇઍ


રમઝાન ના કોઇ મુબારક દિવસે

પ્રેમથી નમાઝ કુષ્ન નામની કરી જોઇઍ


ને જંયાના હોય કોઇ બંધનને ફતવાઓ

ચાલને ધર્મ ઍવો કોઇ જીવી જોઇઍ........


હાર્દિક યાજ્ઞીક

૯૮૭૯૫૮૮૫૫૨(મો)