Thursday, June 30, 2011

પીતાનો પ્રશ્ર્ન

આ દિકરીઓ મોટી શાને થઇ જાતી હશે?
વ્હાલના વિશાળ દરીયામાંથી સમજણની સરીતા કેમ થઇ જાતી હશે?

મારા ઘરે કયારે આવશો પુછવુતુ
તો તમને કયારેય નહિ છોડુ શીદ કહેતી હશે?
હજીતો હમણાજ ચોકલેટ માંટે ઍને લડતો
ને આજ દવા માંટે મને કેમ ખખડાવતી હશે?
ને આમ જુવોતો મારીજ છે ઍ સુંગધ
પણ ફોરમ બની ઍના ઘરે કેમ પ્રસરાઇ જતી હશે?
મારા મતેતો સાવ ગાંડિ ને ઘેલી
તોય વગર કહે કેમ સઘળુ સમજી જતી હશે?
હાર્દિક યાજ્ઞીક

No comments:

Post a Comment